Valsad: ઓરંગા નદીના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકી, તબાહી અને નુકસાનીના દ્રશ્યો સામે આવ્યાં

0


વલસાડ (Valsad) જિલ્લામાં એક અઠવાડિયાથી વરસાદ (Rain) ની હેલી જામી છે. જોકે વલસાડની ઔરંગા નદી (Oranga River) ના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે બે દિવસ સુધી નદી ગાંડીતુર હતી અને નદીમાં ઘોડાપુર આવતા નદી કિનારાના વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.

ઓરંગાના જળ તાંડવને કારણે સતત બે દિવસ સુધી નદી કિનારા વિસ્તારના લોકોએ ઘરોમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું. તબાહીની ભયંકરતા એટલી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી લોકોના ઘરોમાં પાણી હતું. આથી આ વિસ્તારમાંથી બે દિવસ સુધીમાં 2,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે બે દિવસ સુધી વલસાડ શહેરના ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંતિ થઈ છે. નદી શાંત થયા બાદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top